પાયલ મેટરનીટી હોમ & કામિની ગર્ભસંસ્કાર-રાજકોટ દ્વારા આયોજન મોરબી : મોરબી અયોધ્યા પુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી શનિવાર તા.૧૪-૩-૨૦૨૦ ના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન પાયલ મેટરનીટી હોમ & કામિની ગર્ભસંસ્કાર-રાજકોટ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય સબંધિત બાબતો અંગે માર્ગદર્શન સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા જુના અને હઠીલા રોગો જેવા કે ડાયાબિટીશ, કમરનો દુખાવો, વા, વજન વધવુ, થાઈરોઈડ, કેન્સર જેવી ગંભીર બિમારીઓ, ખરતા વાળ, વાળ પાતળા થવા, ટાલ, ખોડો, ખીલ, કાળા ડાઘ, દંપતિઓને પ્રેગનન્સી પ્લાન કરતા પહેલા અને પ્રેગનન્સી દરમિયાન કઈ કઈ બાબતોની કાળજી લેવી, ગર્ભસંસ્કારનુ મહત્વ, રોગપ્રતિકારક શક્તિ વધારવી, માસિકને લગતી સમસ્યા, સફેદ પાણી પડવાની સમસ્યા, અનિયમિત માસિકને લગતી સમસ્યાઓ વગેરે આરોગ્ય વિષયક બાબતો અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામા આવશે. એડવાન્સ રજીસ્ટ્રેશન ની કોઈ આવશ્યકતા નથી. વધુ માહીતી માટે ૭૫૭૫૦૦૧૦૬૫/૬૬ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.