મોરબી : મોરબીમા પીપળી રોડ ઉપર સીએનજી પંપ સામે આવેલા સ્કાયસન સીરામીક કારખાનામા ઓઇલની મશીનરીમાં આજે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જે અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના કાર્તિકભાઈ ભટ્ટ, પ્રીતેશભાઈ નગવાડિયા અને વિજયભાઈ પંડ્યાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી.