જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે સુફલામ જળ અભિયાન અન્વયે કુલ ૨૦૩ થનાર કામોની સમીક્ષા કરી મોરબી : ગુજરાતનાં ઉર્જા મંત્રીશ્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મોરબીની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળ અને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૦ ની બેઠક યોજઇ હતી. જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે સુફલામ જળ અભિયાન અન્વયે કુલ ૨૦૩ થનાર કામોની સમીક્ષા કરી હતી.મોરબી જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે કુલ ૨૦૩ કામ થનાર છે. જેમાં તળાવ ઊંડા કરવા , ટાંકી, સંપ, નહેરોની સાફ સફાઈ, ચેકડેમ રીપેરિંગ, નદીઓ પુનઃજીવિત કરવા સહિતના કામોની સમિક્ષા કરાઇ હતી.આ બેઠક માં મંત્રીશ્રી પટેલે મોરબી જીલ્લામાં પાણી, ભૂગર્ભ ગટર, સી સી રોડ સાહિતના પ્રાથમિક જરૂરિયાતના કામો આયોજન મંડળ અને એટીવીટીની ગ્રાંટ માથી મંજૂર થયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા અને તમામ વિકાસ કામો શ્રેષ્ઠ રીતે કરવાની સૂચના આપી હતી.મંત્રીશ્રીને નગરપાલિકા જોગવાઇ હેઠળ રૂ.૧૦૦ લાખના ૯ કામોની દરખાસ્ત રજૂ કરાઇ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજનની જોગવાઈ હેઠળના કામોની સમિક્ષા થઈ હતી. જેમાં રૂ.૧૩૭૫ લાખના ખર્ચે ૫૧૯ કામો પૈકી ૩૩૯ કામો પૂર્ણ થયા છે. ૧૧૬ કામો પ્રગતિ હેઠળના છે. સાંસદ, એટીવીટી સહિતના વિવિધ કામોની પણ સમિક્ષા મંત્રીશ્રીએ કરી હતી. આ બેઠકમાં ૧૫ ટકા વિવેકાનંદ જોગવાઇ અનુસાર રૂ.૬૩૩.૬૫ લાખના ખર્ચે થનાર કૂલ ૨૮૯ કામો, ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ રૂ.૧૫ લાખના ખર્ચે થનાર કૂલ ૬ કામો સહિતના વિવિધ વિકાસકામો ની વિગતો રજૂ કરાઇ હતી. આયોજન મંડળ દ્વારા પ્રકાશિત ડિસ્ટ્રિક્ટ હ્યૂમન ડેવલોપમેંટ રિપોર્ટ-મોરબી પુસ્તકનું વિમોચન મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે થયું હતું.આ બેઠકમાં ધારાસભ્ય પુરુસોતમ સાબરીયા, બ્રિજેશભાઈ મેરજા, મહંમદ જાવેદ પીરજાદા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી, નગરપાલિકા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંબંધિત વિભાગના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક નું સંચાલન જિલ્લા આયોજન અધિકારી જે.કે.બગીયા દ્વારા કરવામાં આવ્યું હતું.