આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 800 થી વધુ આ ગામની મહિલાઓ પ્લાસ્ટિકના સેનેટરી પેડને તિલાંજલિ આપી ઈકોફેન્ડલી પેડનો ઉપયોગ શરૂ કર્યો ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું નાનું એવું જબલપુર ગામ ઈકોફેન્ડલી સેનેટરી પેડના ઉપયોગમાં ગુજરાત રાજ્યનું નંબર વન ગામ બન્યું છે. આજે ખરા અર્થમાં મહીલા દિવસની ઉજવણી કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 800 થી વધુ આ ગામની મહિલાઓ પ્લાસ્ટિકના સેનેટરી પેડને તિલાંજલિ આપી ઈકોફેન્ડલી પેડનો ઉપયોગ કરતી થઈ છે. આ સાથે ગુજરાત રાજ્યનુ પ્રથમ ગામ બન્યુ છે આ જબલપુર ગામ. ગામના જાગુત યુવાનો અને રોટરી કલબ ગ્રેટર રાજકોટ દ્વારા અનોખુ અભીયાન. હાથ ધરીને પરપ્રાંતિય મહિલા મજુરને પણ ખેતરે અને ફેક્ટરીમા કામ કરતી મહિલાઓને ઇકોફ્રેન્ડલી સેન્ટરી પેડનું વિતરણ કર્યું હતું. રોટરી ક્લબ અને જબલપુર ગામ ના યુવાનો એ મહિલા દિને ગામની 15 વર્ષથી લઇને 40 વર્ષની મહિલાને ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડનું વિતરણ કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. આ પેડ કપડાની જેમ ધોઈને રી યુઝ કરી આખુ વર્ષ ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ વાપરી શકાય તેમ છે. પ્લાસ્ટિકના સેનેટરી પેડના વપરાશથી પર્યાવરણને નુકસાન થાય છે અને ગંદકી ફેલાય છે. તે સમસ્યા દૂર થાય અને મહિલાઓનું સ્વાસ્થ્ય પણ સુધરે તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રોટરી ક્લબે જબલપુર ગામમાં અભ્યાસ અને મેડિકલની સુવિધામાં વધારો થાય તે માટે દત્તક લીધું છે. ગામની સરકારી શાળામાં લેબોરેટરી, સ્પોર્ટસના સાધનો અર્પણ કર્યા બાદ મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે આ અભિયાન હાથ ધર્યું છે. આજે મહિલા દિવસે બહેનોને સેનેટરી પેડ વિતરણ કરાતા આ ગામ ઇકોફ્રેન્ડલી સેન્ટરી પેડના વપરાશમાં રાજ્યનુ પ્રથમ ગામ બન્યું છે. અમદાવાદ ખાસ ઓર્ડર દઇને આ સેનેટરી પેડ બનાવવામાં આવ્યા હતા. કેરળ બાદ આ દેશનું બીજું અને ગુજરાત રાજ્યનુ પ્રથમ ગામ ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી બન્યુ છે. હાલ કેરળમાં ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જબલપુર ગામનું આખે આખું ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી થયુ છે. એક વર્ષ સુધી ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ આપવામાં આવશે. મહિલાઓનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ઘર-ઘર સુધી લઈ જવા ગામની શિક્ષકની ટીમના જીતુભાઈ આચાર્ય દેવેન્દ્રભાઈ જસવંત ભાઈ શાંતિલાલ કમીટીના અધ્યક્ષ પુષ્પાબેન દિલીપભાઈ સદસ્ય હરેશભાઈ ભાલોડિયા. ગોવિંદભાઈ કામરીયા જીજ્ઞેશ ફેફર, સુરેશભાઈ ગડારા, વલ્લભભાઈ બોડા, રાજકુમાર પ્રાણ, મયુર ફેફર સહિતના ભારે જહેમત ઉઠાવી હતી.