મોરબી : હોળી-ધુળેટીના તહેવારને લઈને મોરબી પોલીસે ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણો દૂર કરવાની કાર્યવાહીના ભાગ રૂપ 10 સીએનજી રિક્ષાઓ ડિટેઇન કરી કેસ કર્યા હતા. મોરબી સીટી.એ.ડીવી.ના વિસ્તારોમાં આડેધડ પાર્ક કરેલી સીએનજી રીક્ષા ડ્રાઇવરો પર ઇન્ડિયન પીનલ કોડ 283 (ટ્રાફિકને અડચણરૂપ) મુજબ કેસ કરી સપાટો બોલાવતા રીક્ષા ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સીએનજી રીક્ષા આડેધડ પાર્ક કરવા બદલ સતિષભાઈ ચંદુભાઈ હલવદીયા, બીપીનભાઈ મગનભાઈ ચાવડા, રાજુભાઇ બાધાભાઈ બાંભવા, ભરતભાઇ સનાભાઈ બાભણવા, સંગ્રામભાઈ કડવાભાઈ મેવાડા, હનીફભાઈ હુસેનભાઈ માંડકીયા, ભરતભાઇ બાબુભાઇ ચૌહાણ, દિલાવરભાઈ આમદભાઈ મોવર, ઇમરાનભાઈ દાદુભાઈ દાવલીયાની રિક્ષાઓ પર ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે રાખવા બદલ કેસ કર્યા હતા. શાકમાર્કેટ તથા લાતીપ્લોટમાં આ કેસ કરાયા હતા. જ્યારે બી.ડીવી.પોલીસ મથકમાં રવિભાઈ દિલીપભાઈ દારોદરા પર રવિવારી માર્કેટમાં આડેધડ રીક્ષા પાર્ક કરવા બદલ કેસ કર્યો હતો. પોલીસની સખત કાર્યવાહીથી રિક્ષાચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.