મહિલા દિને બળાત્કારીઓને દાનવમાંથી માનવ બનવાનો સંદેશો આપતું સોન્ગ યુટ્યુબમા મચાવશે ધૂમ : 'મોરબી અપડેટ' મીડિયા પાર્ટનર 20થી વધુ સોન્ગ તૈયાર કરનાર મોરબીના તબીબની વિશ્વ મહિલા દિને મહિલાઓને સોન્ગરૂપી ખાસ ભેટ મોરબી : મોરબીમાં સંગીત ક્ષેત્રે જોડાયેલા જાણીતા તબીબ ડો. હર્ષવર્ધન ગઢવીએ અત્યાર સુધીમાં 20થી વધુ સોન્ગ તૈયાર કર્યા છે. ત્યારે આજે મહિલા દિને તેઓએ એક ખાસ હિપ હોપ- રેપ સોન્ગ 'માનવ બન'નું લોન્ચિંગ કર્યું છે. જેમાં બળાત્કારીઓને દાનવમાંથી માનવ બનવાનો એક સંદેશો આપવામાં આવ્યો છે. આ સોન્ગ યુટ્યુબ ઉપર લોકોને ખૂબ પસંદ પડવાનું છે. મોરબીમાં તબીબીક્ષેત્રે જોડાયેલા ડો.હર્ષવર્ધન સંગીત ક્ષેત્રે પણ નિપુણતા ધરાવે છે. તેઓ પોતે એકલા હાથે સોંગ્સ તૈયાર કરીને તેને યુટ્યુબ ઉપર રિલીઝ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ 20થી વધુ સોંગ્સ બનાવ્યા છે. આ તમામ સોંગ્સ લોકોને ખૂબ ગમ્યા છે. જેથી તેઓએ આજે મહિલા દિવસે એક ખાસ સોન્ગ 'માનવ બન' તૈયાર કરીને લોન્ચ કર્યું છે. આ સોન્ગમાં લિરિકસ, મ્યુઝિક તેમજ અવાજ તેઓએ પોતે જ આપ્યા છે. https://www.youtube.com/watch?v=VCwlFDeaeSs&feature=youtu.be આ સોન્ગ હાલમાં વારંવાર પ્રકાશમાં આવતી રેપની કલંકિત ઘટનાઓને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યું છે. જેમાં બળાત્કારી દાનવને માનવ બનવાનો એક સંદેશ આપવામાં આવ્યો છે. આ સોન્ગ આજે યુટ્યુબ ઉપર રીલીઝ થયું છે. જેમાં મીડિયા પાર્ટનર તરીકે 'મોરબી અપડેટ' રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડો. હર્ષવર્ધન ગઢવી ( મો.નં. 9898461422) હાલ તબીબી ક્ષેત્રની સાથોસાથ સ્વર સાધના નામના સંગીત કલાસ પણ ચલાવી રહ્યા છે. તેઓએ લંડનની પ્રિનિટી સ્કૂલ ઓફ મ્યુઝિકમાં સંગીતનો અભ્યાસ કર્યો છે. તેઓનું આજે મહિલા દિવસે ખાસ સોન્ગ રિલીઝ થયું છે. જેને લાઈક અને શેર કરવા માટે તેઓએ તમામ મોરબીવાસીઓને અપીલ કરી છે.