મોરબી : મોરબીમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્રનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ આગામી તા. 08-03-2020 રવિવારે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી સનાળા રોડ, સરદાર બાગ પાસે, આદર્શ સોસાયટીના ખૂણે કરવામાં આવશે. જેમાં વેચાણ માટે હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, હાથલા થોરનું શરબત, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો ઉપરાંત ખેડૂત દ્વારા પાનેલીના કાચા-પાકા પપૈયા, આનંદી સંસ્થા દ્વારા ઓર્ગેનિક મગ, તલ અને દેશી બાજરો, લાલાવદરનાં ઓર્ગેનિક કાળા તલ, તલની સાની, તલનું તેલ, કઠોળ, મગ સહિતની વસ્તુઓ ઉપલબ્ધ હશે. વધુ માહિતી માટે જીતેન્દ્ર ઠક્કર મો. 92285 83743 નો સંપર્ક કરવાનો રહેશે.