મોરબી : મોરબી સીટી બી.ડીવી. પોલીસે બે અલગ અલગ સ્થળેથી સાત બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. લીલાપર રોડ, પાંજરાપોળ સામે, રામવીજય સોસાયટીમાંથી મોમભાઈ પરબતભાઇ સાવધાર ઉં.વ 40ને રોયલ ચેલેન્જ ક્લાસિક વ્હીસ્કીની 5 બોટલ કિંમત રૂ. 1500 સાથે અને રવાપર રોડ, ભારત પાન પાસેથી ભાવેશગીરી રમણીકગીરી ગોસ્વામી ઉં.વ.29 રહે. ગ્રીનચોક, નાની પારેખ શેરી, મોરબી વાળા પાસેથી પાર્ટી સ્પેશિયલ ડિલક્ષ વ્હીસ્કીની બે બોટલ કિંમત.રૂ. 600 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.