વાંકાનેર : વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પિયરે ગયેલી પત્નીને તેડવા ગયેલા પતિને તેમના સસરા અને સાળાએ માર મર્યાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ ટપુભાઈ સોલંકી ઉ.વ.53 ની પત્ની છેલ્લા છ મહિનાથી વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પોતાના પિયરે ગઈ હતી. પણ ભુપતભાઇના સસરિયોઓ પત્નીને કોઈને કોઈ બહાનું કરીને મોકલતા ન હોવાથી તેઓ પત્નીને તેડવા વાંકાનેરમાં રહેતા સસરા બચુભાઇ મોહનભાઇ કુંઢીયાના ઘરે ગયા હતા. ત્યારે બોલાચાલી થતા તેમના સાળા રમેશ બચુભાઇ કુંઢીયાએ પોતાના બનેવી ઉપર છરીથી હુમલો કર્યો હતો. તેમજ સસરા બચુભાઇ મોહનભાઇ કુંઢીયાએ લાકડીથી તેમને માર માર્યો હતો. બાદમાં ભૂપતભાઈ ટપુભાઈ સોલંકીએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.