મોરબી : મોરબીના ખરેડા ગામમાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયા છે. તેમજ એક શખ્સ નાસી છૂટ્યો હોવાથી તાલુકા પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ છે. ખરેડા ગામની સીમમાંથી રંગપર જવાના રસ્તે આવેલ રવજી કાનજી ચાડમીંયાની વાડીમાંથી ભરત વીરજીભાઈ બાવરવા (રહે. સોમૈયા સોસાયટી, મોરબી), ચંદુ ચતુર ડઢાણીયા (રહે. ખરેડા), રાજેશ છગન ચાડમીંયા (રહે. શાસ્ત્રીનગર, મોરબી), નવીન વાલજી પાડલીયા (રહે. વાંકડા), નરેશ લક્ષ્મણ ફુગશીયા (રહે. ખરેડા) તથા પ્રકાશ પ્રેમજી પઢીયાર (રહે. ખરેડા) રોકડ રકમ રૂ. 49,050 સાથે જુગાર રમતા પકડાયા હતા. તાલુકા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ વાડીનો માલિક રવજી નાસી છૂટ્યો હતો. તેને પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.