મોરબી : યુવા નેતા કનૈયાલાલ બાવારવાને ગુજરાત આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ દ્વારા નિમણુક પત્ર આપીને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના ઉપપ્રમુખ તરીકે સેવા યજ્ઞ કરવાનો મોકો આપેલ છે. તેઓ પાર્ટીને ૨૦૧૩થી વફાદાર છે તે સમયે તેને એકલ વીર તરીકે પાર્ટીને આગળ વધારવા પ્રયાસો કર્યા હતા. તેઓ એ D. Pharm., B.Sc., PG(Clinical Research), Epidemiologist જેવી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ ઓ મેળવેલ છે. આ ઉપરાંત તેઓ મોરબીના સિરામિક એક્સપોર્ટ ઉદ્યોગને પ્રોફેશનલ અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સંસ્થાનો સાથે વાતચીત કરીને વિદેશો પ્રવાસ કરી મુલાકાત કરીને તેના ધારા ધોરણો મુજબ મોરબીની એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને વિકસાવવામાં મદદરૂપ બન્યા છે. તો પણ તેમનું વ્યક્તિત્વ ડાઉન ટુ અર્થ છે. આ ઉપરાંત વિદેશ થી પણ નવા નવા ડેવલપમેન્ટ પ્લાન લઈ આવે છે અને રાષ્ટ્રહિત માટે કેવીરીતે તેને કાર્યરત કરી શકાય તેના પર ગંભીર રીતે વિચારે છે. ફક્ત વાતુંડિયા રાજકારણ માં માનતા નથી. તેઓ માને છે કે રાષ્ટ્ર હિત માટે નવી ટેકનોલોજી ,વિજ્ઞાન , વાસ્તવિક વિકાસ , શહેરો માં ચોખી હવા પાણી અને સુરક્ષા ,સસ્તું તેમજ ગુણવત્તા યુક્ત શિક્ષણ,તથા સસ્તી સ્વાસ્થ સેવા મળવા જ જોઈએ. બીજાને નીચા દેખાડી પોતાને મોટા કરવા એ તદન માનવતા વિરુદ્ધની વાત તેઓ માને છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.