મોરબી : હોળીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વનો માનવામાં આવે છે. દિવાળી અને હોળીની ગણતરી બે મોટા તહેવારોમાં થાય છે. હિન્દુ ધર્મ અનુસાર, હોળીનો તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ એ ઉજવવામાં આવે છે. આ બે દિવસીય ઉત્સવમાં પ્રથમ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગ ઉડાડીને એકબીજાને શુભેચ્છા આપવામાં આવે છે. આ વર્ષે હોલીકા દહન ૯ માર્ચ, ૨૦૨૦ ને સોમવારે અને રંગ હોળી ૧૦ માર્ચ ૨૦૨૦ ને મંગળવારે ઉજવાશે. ધર્મ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનનું મહત્વ કહેવામાં આવ્યું છે કે આ દિવસે દુષ્ટ, અહંકાર અને નકારાત્મક શક્તિઓને પવિત્ર અગ્નિમાં બાળીને દૂર કરવામાં આવે છે. જેના કારણે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. માહ મહિનામાં હોળીની શરૂઆત વસંત પંચમીના દિવસથી થાય છે. હોળીનો તહેવાર વ્રજ ક્ષેત્રમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે જ્યાં હોલિકા દહન કરવામાં આવે છે તે સ્થળે લાકડા છાણા રાખવામાં આવે છે અને તેનું વિધિવત પૂજન કરવામાં આવે છે. જેના કારણે લોકો ત્યાં લાકડાનો ઢગલો નાખવાનું શરૂ કરે છે. જે હોળીકા દહનના દિવસે શુભ સમય જોઈને પ્રગટાવવામાં આવે છે. ગાયના છાણાથી પ્રજ્વલિત ધુમાડો નકારાત્મક શક્તિનો નાશ કરે છે. જેનાથી કોરોના વાયરસ સ્વાઈન ફ્લૂ જેવા રોગોથી રક્ષણ થાય છે. હોલિકા દહનનો શુભ સમય : હોલિકા દહન 2020 શુભ મુહૂર્ત હોલિકા દહનનો દિવસ : ૯ માર્ચ સાંજે : સાંજે 06:22 થી રાત્રે 8:49 સુધી પૂજ્ય આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા (ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી, મોરબીમાં કાશીના એક માત્ર વિદ્વાન) જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય, M.A., સંસ્કૃત મો.નં. ૯૪૨૬૯ ૭૩૮૧૯, ગણનાથ જ્યોતિષ કાર્યાલય ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5 વસંત પ્લોટ મેઈન રોડ, ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી