જબલપુર ગામના યુવાનો અને રાજકોટના રોટરી કબલ દ્વારા મહિલા દિનની અનોખી ઉજવણી કરાશે : ગામની 15 વર્ષથી લઈને 40 વર્ષની મહિલાઓને ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડનું વિતરણ કરાશે ટંકારા : ટંકારાના જબલપુર ગામે ખરા અર્થમાં મહીલા માટે ઉજવાશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 800 થી વધુ મહિલા પ્લાસ્ટિકના સેનેટરી પેડને તિલાંજલિ આપી ઈકોફેન્ડલી પેડનો ઉપયોગ કરી ગુજરાત રાજ્યનુ પ્રથમ ગામ બનશે. ગામના જાગુત યુવાનો અને રોટરી કલબ ગ્રેટર રાજકોટ દ્વારા અનોખુ અભીયાન હાથ ધરાયુ છે.પરપ્રાંતિય મહિલા મજુરને પણ ખેતરે અને ફેક્ટરીમા મળી પેડની જરૂરી માહીતી આપશે. રોટરી ક્લબ અને જબલપુર ગામના યુવાનોએ મહિલા દિને ગામની 15 વર્ષથી લઇને 40 વર્ષની મહિલાને ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડનું વિતરણ કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનુ નક્કી કર્યું છે. આ પેડ કપડાની જેમ ધોઈ રી યુઝ કરી આખુ વર્ષ ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ વાપરી શકશે . પ્લાસ્ટિકના સેનેટરી પેડના વપરાશથી પર્યાવરણને નુકસાન થાય છે અને ગંદકી ફેલાય છે. તે સમસ્યા દૂર થાય અને મહિલાઓનું સ્વાસ્થ્ય પણ સુધરે તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રોટરી ક્લબે જબલપુર ગામમાં અભ્યાસ અને મેડિકલની સુવિધામાં વધારો થાય તે માટે દત્તક લીધું છે. ગામની સરકારી શાળામાં લેબોરેટરી, સ્પોર્ટસના સાધનો અર્પણ કર્યા બાદ મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે આ અભિયાન હાથ ધર્યું છે. મહિલા દિને બપોરે 3.30 કલાકથી બહેનોને સેનેટરી પેડનું વિતરણ શરૂ કરવામાં આવશે. અમદાવાદ ખાસ ઓર્ડર દઇને આ સેનેટરી પેડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બહેનોને માસિકધર્મ વખતે શું કાળજી રાખવી જોઇએ તેની માહિતી ગાયનેક તબીબ આપશે. એક બહેનને 350 પેડનું વિતરણ કરાશે. કેરળ બાદ આ બીજું અને ગુજરાત રાજ્ય નુ પ્રથમ ગામ ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી બનશે. હાલ કેરળમાં ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જબલપુર ગામ હશે જે આખે આખું ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી બનશે. અેક વર્ષ સુધી ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ આપવામાં આવશે.મહિલાઓનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને ધરધર સુધી લઈ જવા ગામની યુવા ટીમ સરપંચ સહિત ના ભારે જહેમત ઉઠાવી રહ્યાનુ ભાલોડિયા ભાઈએ જણાવ્યું હતું .