મોરબી : ગૌ સેવા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો વિભાગના પૂર્વ કેન્દ્રીય મંત્રી, જાણીતા સર્જન અને રાજકોટ વિસ્તારનું 4 વખત સંસદમાં પ્રતિનિધિત્વ કરનાર ડો. વલ્લભભાઈ કથીરિયા ગઈકાલે તા. 5 માર્ચના રોજ યદુનંદન ગૌશાળાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ડો. વલ્લભભાઈ કથીરિયા એ વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે ગાયની સંસ્કૃતિ તરફ પૂનઃ આવવું પડશે અને ગૌ આધારિત સમાજ વ્યવસ્થા ઉભી કરવા હાકલ કરી હતી. કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે પણ વિશદ છણાવટ કરી હતી. આ તકે સુસવાવ ગૌશાળાના સ્વામીજી, ગાયત્રી મંદિર વાંકાનેરના સંચાલક અશ્વિનભાઈ રાવલ, યદુનંદન ગૌશાળાના ડૉ. હિતેશભાઈ તથા બીપીનભાઈ આડેસરા, મોરબી પાંજરાપોળ તરફથી વેલજીભાઈ ઉઘરેજા ઉપરાંત મોરબીની આસપાસની 100 થી વધારે ગૌશાળાના સંચાલકો અને ભારતીય જનતા પક્ષના આગેવાનો રાઘવજીભાઈ ગડારા, લાખાભાઈ જારીયા, જ્યોતિસિંહ જાડેજા, કે. એસ. અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, બચુભા રાણા, ભાવેશભાઈ કંઝારીયા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ ચબાડ, બીપીનભાઈ વડસોલા, દિનેશભાઇ પાંચોટીયા, રમેશભાઈ મોરડીયા, પ્રવિણભાઈ પટેલ, નેશનલ વેલ્ફેર બોર્ડના ડાયરેક્ટર મિત્તલભાઈ ખેતાણી, પ્રભાતભાઈ ડાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જે. પી. જેસ્વાણી એ સંભાળ્યું હતું.