મોરબી : મોરબીના ત્રાજપરમાં જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમતી ત્રણ મહિલાઓને મોરબી સીટી.બી.ડીવી. પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી નજીક ત્રાજપર ખાતે ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં જાહેરમાં ગંજીપત્તા પર રોકડ રકમની હારજીતનો જુગાર રમતા રીનાબેન મનુભાઈ વરાણીયા ઉં.વ.22, બબીબેન જયંતીભાઈ મકવાણા ઉં.વ. 60 તથા મંજુબેન દિનેશભાઇ સનુરા ઉં.વ. 40 રહે. ત્રણેય ત્રાજપરને રોકડ રકમ રૂ. 1550 સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ 12 મુજબ પો.હેડ.કોન્સ. આઈ.ટી.જામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.