મોરબી : મોરબી ખાતે છેલ્લા નવ વર્ષથી નર્મદા નિગમમાં મદદનીશ સિવિલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રોહિણીબેન ડી. બાવરવાને તાજેતરમાં જ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ તરફથી 'આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો' અંતર્ગત નાયબ કાર્યપાલક સિવિલ ઈજનેર તરીકે માળીયા (મી.) ખાતે નિમણુંક કરવામાં આવી છે. રોહિણીબેન એ મોરબી જિલ્લામાં પ્રથમ મહિલા નાયબ કાર્યપાલક સિવિલ ઈજનેર તરીકે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રોહિણીબેનને રામજીભાઈ બાવરીયા તથા પાટીદાર સમાજનું ગૌરવ બદલ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.