મોરબી : મોરબી જિલ્લામાં આજે ધો. 10 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને ધો. 10 ની પરીક્ષામાં આજે પ્રથમ ગુજરાતી વિષ્યનું પેપરની પરીક્ષા લેવાય હતી. જેમાં ધો .10ની પરીક્ષાના કુલ નોંધાયેલા 12996 વિધાર્થીઓમાંથી 12725 જેટલા વિધાર્થીઓએ હાજર રહીને એકાગ્રતા પૂર્વક પરીક્ષા આપી હતી. જ્યારે આજે પ્રથમ ગુજરાતીના પેપરમાં 271 જેટલા વિધાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આજે ધો.10 ની પરીક્ષાના પ્રથમ ગુજરાતીના પેપરમાં કોઈ ગેરરીતી થઈ ન હતી.જેથી સમગ્ર શિક્ષણ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.