મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સેલટેક્સ ચોરી માટે ખોટા સ્ટેમ્પ લાગવાના ગુનામાં નવ વર્ષથી નાસતો-ફરતો આરોપી પકડી પાડવામાં આવ્યો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સેલટેક્સ ચોરી માટે ખોટા સ્ટેમ્પ લાગવાના ગુનામાં ઘણા લાંબા સમયથી નાસતો-ફરતો આરોપી સંજય ટેકચંદભાઈ અગ્રવાલ (ઉ.વ. 47, રહે. રોહિણી સેક્ટર-9, ઓવરસીઝ એપાર્ટમેન્ટ, ન્યુ દિલ્હી) ઠાકર લોજમાં આવનાર છે. અને તેને બ્લુ કલરનું સ્વેટર તથા મહેંદી કલરનું પહેરેલ છે. આ બાતમીના આધારે પોલીસે વોચ તપાસ ગોઠવી હતી. જે દરમિયાન આરોપી સંજય મળી આવતા તેને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવતા આરોપી સંજયે કબૂલાત આપી હતી કે તેણે 2011માં કેન્દ્ર સરકારના સેલટેક્સની ચોરી કરવાના ઇરાદે ખોટા સી-ફોર્મ બનાવી તેમાં ખોટા સ્ટેમ્પ લગાવી અગાઉ અટક કરવામાં આવેલ સહ આરોપીઓને તે આપી ગુનો આચાર્યો હતો. આ ગુનો કર્યા બાદ પાલીસ પકડથી નાસતો-ફરતો હતો. જેને ગત તા. 4 માર્ચના રોજ પોલીસ દ્વારા પકડી અટક કરવામાં આવી છે.