મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજે તા. 5 માર્ચના રોજ નેત્રમણિ આરોપણ કેમ્પ યોજાયો હતો. મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ તથા શ્રીમતી રેખાબેન કાતરીયા સ્મૃતિ ભવન ટ્રસ્ટ આયોજિત સ્વ. દૂધીબેન મગનલાલના સ્મરણાર્થે તથા ઈ. લાયોનેસ ક્લબના ગજેન્દ્રબેન બાળાના આર્થિક સહકારથી મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાં વિનામૂલ્યે મશીનથી (ટાંકા વગરના) નેત્રમણિ આરોપણ કેમ્પ યોજવામાં આવેલ હતો. આ કેમ્પનો લાભ મોરબીવાસીઓએ તથા આજુબાજુના ગ્રામજનોએ લીધો હતો.મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈએ યાદીમાં જણાવ્યું હતું કે આ કેમ્પમાં મોરબીની સરકારી આંખની હોસ્પિટલના સર્જન ડો. વી. સી. કાતરીયા તથા એસ. એમ. કાલરીયાએ તબીબી સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડન્ટ પ્રફુલાબેન કોટેચા, નયનાબેન બરા, પૂનમબેન હિરાણી, દેવિકાબેન મહેતા, ચેતનાબેન પંચાલ, જ્યોતિબેન વિઠ્ઠલપરા, પૂર્વીબેન શાહ, ગજેન્દ્રબેન બાળા, પૂજાબેન પારેખ, કૈલાસબેન ઠાકોર સહિતના ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હાજરી આપી હતી.