મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા હોળી-ધુળેટીના તહેવાર ઉપર જાહેરનામું બહાર પાડવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે હિન્દૂ ધર્મની સંસ્કૃતિ મુજબ આવનાર હોળી-ધુળેટીના તહેવારોમાં તમામ વ્યક્તિઓ આ તહેવારનો આનંદ માણતા હોય છે. પરંતુ અમુક ખૈલેયાઓ કલરના બાચકા લઇ રોડ રસ્તા પર ઉતરી આવે છે. અને જાહેર રસ્તા પરથી પસાર થતા લોકોને હેરાન કરતા હોય છે તો દર વર્ષની જેમ આ વર્ષમાં પણ જાહેરમાં રોડ-રસ્તા પર આવી ખોટી રીતે કોઈ લોકોને હેરાન ન કરે તે બાબતે યોગ્ય જાહેરનામું બહાર પાડવા વિટ્રિફાઇડ ટાઇલ્સ એસોસિએશનના મુકેશ નરશીભાઈ ઉધરેજા, વોલ ટાઇલ્સ એસોસિએશનના નિલેશ મહાદેવભાઈ જેતપરીયા, ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના કિશોર અમરશીભાઇ ભાલોડીયા એ અપીલ કરી છે.