હળવદ : હવામાન ખાતાની વરસાદની આગાહી વચ્ચે આજે મોરબી જિલ્લામાં વાતાવરણમાં અણધાર્યો પલ્ટો આવ્યો હતો અને સમગ્ર જિલ્લામાં આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. એ સાથે હળવદમા આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ હળવદમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. હળવદ પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું વરસી જતા ઠેરઠેર પાણી વહી નીકળ્યા હતા અને કમોસમી વરસાદથી ખેતરોના ઉભા પાકને નુકશાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ હતી. જેમાં તલ અને રાયડાના પાકને નુકશાની થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. જો કે ઉનાળો શરૂ થતાની સાથે ભારે ગરમી થતા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જ્યારે હળવદમાં કમોસમી વરસાદની સાથે મોરબી સહિતના વિસ્તારોમાં ક્યાંય હળવા છાટા પડ્યા હોવાના અહેવાલ મળે છે.