મોરબી : નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબીના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, મોરબી, મહેન્દ્રસિંહજી હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે તા. 07/03 /2020 ના રોજ સવારે 9:00 થી 12:00 સુધી બાળકો માટે સુવર્ણપ્રાશન કેમ્પ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પ રાખવામાં આવેલ છે. તેમજ કપાસી, સાંધાના દુ:ખાવા, ખભાના દુ:ખાવા, સાઈટિકા, કમરના દુ:ખાવા, એડીના દુ:ખાવા વગેરે દુ:ખાવા માટે અગ્નિ કર્મ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વૈદ્ય પંચકર્મ ડૉ. એસ. એન. દવે દ્વારા આ કેમ્પનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.