હળવદ : હળવદની કૃષિ વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય સરકારની યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને નમો ઈ-ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. હળવદની કૃષિ પોલીટેકનીક કોલેજમાં રાજય સરકાર દ્વારા અપાતા NAMO-eTAB યોજના અંતર્ગત ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુષિ વિધાલયના વિધાર્થીઓને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટીયાના હસ્તે ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડો. બી. કે. સગારકા, ડો. એસ. એમ. ઉપાધ્યાય, ડો. એ. વી. ખાનપરા, બી. એન. ઉનટ સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાયૅકમને સફળ બનાવવા સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી હતી.