મોરબી જિલ્લામાં કોરોના વાઇરસ અંગે જનજાગૃતિ લાવવા કંટ્રોલરૂમ શરૂ કરાયો મોરબી : નોવેલ કોરોના વાયરસ અંગે લોકોંમાં ખોટો ભય દુર થાય અને આ નોવેલ કોરોના વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું તે બાબતે તકેદારી રાખવા અંગે જન જાગૃતિ કેળવાય તેવા હેતુથી સરકારી આરોગ્ય કેન્દ્રો અથવા મોરબી જીલ્લાકક્ષાના આરોગ્ય વિભાગમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ટેલિફોન નંબર ૦૨૮૨૨ ૨૨૨૮૪૯ છે. નોવેલ કોરોના વાયરસ માટે તકેદારી રાખવા માટેની જન જાગૃતિ લાવવા અંગેના સંદેશાઓ નીચે મુજબ છે. આટલુ કરવુ વ્યકિતગત સ્વચ્છતા સારી રીતે જાળવો સાબુથી વારંવાર હાથ ધોવા શ્વાસોશ્વાસની મૂળભૂત સભ્યતા પાળો - ઉધરસ અને છીંક ખાતી વખતે મોંને ઢાંકો સાબુ અને વહેતા પાણીથી હાથ ધોવો (જયારે હાથની ગંદકી નરી આંખે દેખાય) સ્પિરિટ/આલ્કોહોલ આધારિત હેન્ડવોશ કે સાબુ તથા પાણીથી હાથ ધોવા(જયારે હાથ નરી આંખે ગંદા ન દેખાય) વાપરેલ ટીસ્યુ ઉપયોગ બાદ તરત જ બંધ કચરાપેટીમાં નાખો તબિયત ખરાબ લાગે તો ડોક્ટરને બતાવો આટલું ન કરવું તમને ઉધરસ કે તાવ હોય ત્યારે કોઈની બહુ નજીકથી સંપર્કમાં ન રહેવું જાહેરમાં થૂંકવું નહી જીવંત પશુઓનો સંપર્ક ટાળવો તથા કાચા કે ન રંધાયેલ માંસનું સેવન કરવું નહી મરઘા ઉછેર કેન્દ્ર, પશુ બજાર, કે કતલખાનાની મુલાકાત લેવી નહી લક્ષણો તાવ - ખાંસી - કફ - વહેતું નાક- ગળાનો દુખાવો- શ્વાસની તકલીફ - શ્વાસ લેવામાં મુશ્કેલી – ધ્રુજારી વગેરે કોરોના વાઇરસ લક્ષણો છે. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત મોરબી ની યાદી માં જણાવાયુ છે.