મોરબી સીરામીક એસો.ના નેજા હેઠળ માટેલ રોડના ઉધોગકારોએ રોડનું વહેલી તકે કામ શરૂ કરવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું મોરબી : સોરાષ્ટ્ના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલના રોડની છેલ્લા ઘણા સમયથી ખરાબ દુર્દશા છે. અનેક રજુઆત કરવા છતાં આ માટેલ રોડની ખરાબ દશા સુધરી નથી. ત્યારે આ ખરાબ રોડથી સીરામીક ઉધોગકારોની હાલાકી વધતી જતી હોવાથી આંજે મોરબી સીરામીક એસો.ના નેજા હેઠળ માટેલ રોડના ઉધોગકારોએ રોડનું વહેલી તકે કામ શરૂ કરવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું.મોરબી સીરામીક એસો.ના નેજા હેઠળ માટેલ રોડ ઉપરના સીરામીક ઉધોગકારોએ પોતાની સીરામીક કંપનીના લેટરપેડમાં માટેલ રોડના પ્રશ્ને આજે કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે સોરાષ્ટ્ના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલના રોડ લાંબા સમયથી ઉબડ-ખાબડ છે. આ માટેલ રોડ અતિશય ખરાબ હોવાથી રોડ ઉપર અવરજવર કરવામાં નાકે દમ આવી જાય છે. આઈશ્રી ખોડિયાર માતાના ધામ માટેલ સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી અહીં દરરોજ અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. તેમજ આ રોડ ઉધોગ ઝોન હોવાથી અહીં નાના મોટા અનેક ઉધોગો ધમધમેં છે. ત્યારે આ માટેલ રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. માટેલ રોડ અગાઉ નવો બનાવવામાં આવ્યો હતો પરંતુ ગેરટી પિરિયડમાં તૂટી ગયો હતો. જો કે આ રોડનું કામ નીતિ નિયમોનું ઉલઘ્ઘન કરીને નબળું કામ થયું હોવાથી રોડની થોડા સમયમાં ભારે ખરાબ દુર્દશા થઈ ગઈ હતી. ત્યારબાદ ઉતરોતર આ રોડ ખરાબ થતો ગયો અને આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે રોડ ઉપર પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. જો કે અગાઉ સ્થાનિક ઉધોગકારોએ આ રોડની જાતે જ મરમત કરી હતી. પણ અનેક રજુઆત કરવા છતાં રોડની હાલત સુધરી નથી.તેથી આજે ફરી ઉધોગકારોએ રજુઆત કરીને માટેલ રોડનું કામ શરૂ કરવાની માંગ કરી હતી.