કૃણાલ મેહતાને બ્રોંઝ મેડલ તથા કીરણ દેત્રોજાને સિલ્વર મેડલ અર્પણ કરવામા આવ્યુ મોરબી : તાજેતરમા પાવર લીફ્ટીંગ સ્પોર્ટ્સ એશોસિયેશન ઓફ ગુજરાત દ્વારા પાવર લીફ્ટીંગ સ્પર્ધા યોજવામા આવી હતી. જેમા મોરબીના યુવાન કૃણાલ કલ્પેશભાઈ મેહતા કે જેમનુ વજન ૭૪ કીલો છે તેમણે ૯૦ કીલો વજન ઉપાડી બ્રોંઝ મેડલ મેળવ્યુ હતુ તથા કીરણ પ્રેમજીભાઈ દેત્રોજાનુ વજન ૫૫ કીલો છે, તેમણે ૬૫ કીલો વજન ઉપાડી સિલ્વર મેડલ મેળવી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે. બંને યુવકો એ પોતાની આ સિધ્ધિનો શ્રેય તેમના કોચ મયંક મુકેશભાઈ ઝાલાને આપ્યો હતો. રાજ્યકક્ષા એ મોરબીનુ નામ રોશન કરનાર કૃણાલ મેહતા, કીરણ દેત્રોજા તથા કોચ મયંક ઝાલાને સામાજીક અગ્રણી નિર્મિત કક્કડ દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા છે. તેમજ તેમની આ સિધ્ધિ બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.