મોરબી : હાલમાં બોર્ડની પરીક્ષાની ઝોનલ અને સુપરવાઈઝરની કામગીરીના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના સેંકડો હુકમો કાઢવમાં આવ્યા છે. દરેક કામગીરીના હુકમો એક જ ઓફિસમાંથી કાઢવામાં આવે છે છતાં એક વ્યકિતના બે હુકમો કાઢવામાં આવેલ છે. એક જ વ્યક્તિના ઝોનલ અને સુપરવાઈઝર એમ બે ઓર્ડર કાઢવામાં આવેલ છે. વળી, ઘણા શિક્ષકો હાલ તાલીમમાં પણ છે તંત્ર દ્વારા શિક્ષકોને સત્તત તાલીમ પણ આપવી છે અને બોર્ડની પરીક્ષાની કામગીરી પણ આપવી છે. આમ, ડબલ કામગીરીના હુકમોના છબરડાના કારણે શિક્ષકો વિમાસણમાં મુકાયા છે. જો શિક્ષકો પોતાનો ડબલ ઓર્ડર રદ કરવા માટે શિક્ષક રજુઆત કરે તો જવાબદાર અધિકારીઓ દ્વારા તોછડાઈભર્યો જવાબ આપવામાં આવે છે. આમ, હજુ તો પરીક્ષા શરૂ નથી થઈ ત્યાં છબરડા ચાલુ થઈ ગયા, પરીક્ષા પછી શું થશે એ ચર્ચાનો વિષય છે.