મોરબી : આવતીકાલ તા. 5 માર્ચથી ધો. 10 અને ધો. 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ થનાર છે. મોરબીમાં ધો. 10 અને 12ના કુલ 25,869 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ તકે પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ શાળાઓમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેમાં જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ ઉમા વિદ્યામંદિર ખાતે, ડી.ડી.ઓ. એસ. એમ. ખટાણા વી. સી. હાઈસ્કૂલ ખાતે, એસ.પી. ડો. કરણરાજ વાઘેલા સાર્થક વિદ્યામંદિર ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. આ અધિકારીઓ સવારે આશરે 9-30 વાગ્યે જે તે શાળા ખાતે હાજર રહેશે.એમ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ની યાદી જણાવે છે