ખેડૂતે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીમાં ૭ શખ્સોએ દોઢેક વિઘા જમીનમાં વાવેલા જારને વાઢીને નુકશાન કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સંદર્ભે ખેડૂતે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી પોપટભાઇ રાજાભાઇ નકુમ ઉ.વ.૨૭ રહે.આલાપ રોડ શીવશકિત ફરસાણ સામે ભંભોળીની વાડી મોરબી વાળાએ આરોપીઓ સુરેશભાઇ રમેશભાઇ નકુમ, મુકેશભાઇ રમેશભાઇ નકુમ, ભાવિશાબેન પ્રકાશભાઇ નકુમ, જયશ્રીબેન સુરેશભાઇ નકુમ, રમેશભાઇ નોંઘણભાઇ નકુમ, ભાવિનભાઇ અમરશીભાઇ નકુમ, પ્રકાશભાઇ રમેશભાઇ નકુમ (રહે. બધા આલાપ રોડ, શીવશકિત ફરસાણ સામે, ભંભોળીની વાડી, મોરબી) વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૪ જાન્યુઆરીના રોજ ફરીયાદી તથા સાહેદોની કબ્જાના આલાપ રોડ વજેપર સર્વે નં.૧૦૧૬/૨ માં તથા સર્વે નં.૧૦૦૫/૧ વાળા ખેતરમાં જારનું વાવેતર કરેલ હોઇ અને આરોપીઓએ ફરીયાદીની પરવાનગી વગર તેમના કબ્જા ભોગવટાની જમીનમાં અપપ્રવેશ કરી દાતરડા વતી દોઢેક વિઘા જેટલા કિમંતી ઉભા મોલ જારને વાઢી બગાડ નુકશાન કર્યું હતું તેમજ આરોપીઓએ ટ્રેકટરથી ખેડી ખેતરને તથા કિંમતી ઉભા મોલને નુકશાન ખેડી નાખ્યું હતું. આ બનાવની ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.