મોરબી : મોરબીની વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ દ્વારા મોક્ષધામ ખાતે છેલ્લા 3 વર્ષથી દૈનિક યજ્ઞ કરવામાં આવે છે. જે ચોથા વર્ષમાં પ્રવેશ કરે છે. આ નિમિત્તે આગામી તા. 8 માર્ચના રોજ અગિયાર કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન મોક્ષધામ, ઉમા ટાઉનશીપ સામે, પંચમુખી હનુમાનની બાજુમાં, ધરમપુર રોડ ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં પ્રવક્તા તરીકે સાયલાના આર્ય ગુરુકુળના આચાર્ય આર્યબંધુજી હાજર રહેશે. વૈદિક યજ્ઞ સવારે 7-45 વાગ્યાથી શરુ થશે. ત્યારબાદ 11-30 વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. આ યજ્ઞનો લાભ લેવા માટે સમિતિ દ્વારા ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.