મોરબી : લાલપર ગામના પટેલ અને રબારી સમાજના યુવકો દ્વારા દ્વારકા હોળીના દર્શન કરવા પગપાળા જતા લોકોના લાભાર્થે આજે સવારે ચા-નાસ્તાના કેમ્પનું આયોજન જામનગર એસ્સાર કંપનીની બાજુમાં અને જાખર ગામથી 2 કિલોમીટરના અંતરે કરવામાં આવ્યું હતું. પગપાળા જતા લોકોએ ગાંઠિયા-જલેબીનો નાસ્તો કરી કેમ્પનો લાભ લીધો હતો.