વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નવા ઢુંવા ગામમાંથી આરોપી સુરેશ બાબુભાઇ કારેલીયાના રહેણાંક મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 142 નંગ બોટલો કી.રૂ. 47,440ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. ગત તા. 2 માર્ચના રોજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે નવા ઢુંવા ગમે આરોપી સુરેશ બાબુભાઇ કારેલીયાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. આ બાતમીના આધારે તે જગ્યાએ પોલીસ દ્વારા રેઇડ કરતા વાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 142 નંગ બાટલો કી.રૂ. 47,440 મળી આવી હતી. પોલીસે આરોપી સુરેશ (ઉ.વ. 21, ધંધો મજૂરી, રહે. નવા ઢુંવા, તા. વાંકાનેર) તથા દશરથ ધીરુભાઈ ડાભી (ઉ.વ. 27, રહે. નવા ઢુંવા, તા. વાંકાનેર)ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.