મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામે મારા દીકરાને મોટરસાયકલ કેમ આપ્યું તેમ કહીને મહિલાને એક મહિલા સહિત બે શખ્સોએ માર માર્યો હોવાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જુના જાંબુડિયા ગામે રહેતા પુનમબેન સંજયભાઈ સનુરાએ જુના જાંબુડીયા ગામે જ રહેતા લક્ષ્મીબેન તથા પરેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં જુના જાંબડીયા ગામે ફરીયાદીના ઘર પાસે બનેલા આ બનાવમાં આરોપીએ ફરીયાદીના ઘર પાસે આવીને કેમ મારા દીકરાને મોટર સાયકલ આપ્યુ તેમ કહી ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકા મારી, તે દરમિયાન બીજા આરોપીએ આવી જઈને ફરીયાદીને લોખંડની નાનકડી પાઈપ વડે ડાબા કાનની નીચેના ભાગે મારીને ઇજા કરી હતી. મોરબી તાલુકા પોલીસે આ બનાવની મહિલાની ફરિયાદના આધારે બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.