મોરબી : હોળી અને ધૂળેટી માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં કે જ્યાં ભારતીયો વસે છે તેવા દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે. જેને રંગોનો તહેવાર પણ કહેવાય છે. જો કે, છેલ્લા ઘણા વર્ષોથી લોકો આરોગ્યને નુકશાન કરે તેવી રીતે ધુળેટીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ધુળેટીના દિવસે આડેધડ કલર ફેંકવામાં આવે છે તેના લીધે ઘણા અકસ્માત સર્જાય છે આટલું જ નહિ કેમીકલ યુક્ત કલર આંખોમાં જવાથી તેમજ ચામડી ઉપર પડવાથી લોકોને ઘણું નુકશાન થાય છે જેનાથી ચામડીના રોગ થવાની પણ સમસ્યા વધી જાય છે. સાથે સાથે પાણી નો બગાડ પણ થાય છે. તેમજ બજારમાં કેમિકલ યુક્ત ચાયનીઝ કલર તેમજ ચાઈનીઝ પિચકારીઓ દ્વારા બાળકો ધુળેટી ઉજવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે અને અત્યારે ચાઈના થી ઉત્પન્ન થયેલો જીવલેણ કોરોના વાઇરસ આજે દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે આપણે પણ સાવચેતી રાખી ચાઈનીઝ કલર અને પિચકારીઓ તેમજ અન્ય ચાઈનીઝ વસ્તુઓ નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને ધુળેટીમાં કેમીકલ યુક્ત ચાયનીઝ કે બીજા કલરનો ઉપયોગ નહી કરતા ફૂલોને પલાળીને અથવા આર્યુવૈદીક ઔષધીના રંગો કે ઓર્ગેનિક કલર તેમજ ફક્ત હર્બલ અથવા તો ગુલાલ અબીલ નો ઉપયોગ કરીને તેમા પણ શકય હોય તો શાસ્ત્ર કરવા પુરતુ માત્ર એકબીજા અરસ-પરસ તિલક કરીને પ્રતીકરૂપે ધૂળેટીની ઉજવણી કરવી જોઈએ. જેથી પાણીની સમસ્યા પણ નો સર્જાય અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે માટે ફક્ત એકબીજા અરસ-પરસ તિલક કરીને પ્રતીકરુપે ધૂળેટીની ઉજવણી કરવા માટે જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.