વિશ્વ હિન્દુ પરિષદની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : હાલ મોરબી- રાજકોટ ફોર લેન હાઇવેનું જે કામ ચાલી રહ્યું છે. તે ઝડપી બનાવવા અને હાઇવે ઉપર આવતા ગામ અને સર્કસ પાસે લાઇટિંગ ફિટ કરવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે હાલ મોરબી રાજકોટ હાઈવેની કામગીરી ધીમી ચાલી રહી છે. જે ઝડપથી કરવામાં આવે. વધુમાં અકસ્માત નિવારવા માટે ડાયવર્ઝન પાકા ડામર રોડના બનાવવા, રોડ ઉપર રેડિયમ સાઈન બોર્ડ મુકવા, ભગડા મામા સર્કલ- શનાળા પાસે ડેવલપ કરવું, લજાઈ ચોકડી સર્કલ ડેવલપ કરવી, ડિવાઈડર ઉપર વૃક્ષ વાવવા સહિતના સૂચનો કરવામાં આવ્યા હતા.