મોરબી : ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતી 20 વર્ષીય યુવતી રેખાબેન રમણીકભાઇ આલાભાઇ પરમારના માતા તેને અંજતા કંપનીની બસ સુધી મુકવા ગયેલ હતા. બાદમાં રેખાબેન ઘરે પરત નહિ ફરતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કંપનીમાં હાજર થયેલ નથી. આ બનાવની જાણ રેખાબેનના માતા સવિતાબેનએ ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે યુવતીની શોધખોળ આદરી છે.