માળીયા (મી.) : માળીયા (મી.) પોલીસ સ્ટેશનના ASIની નિવૃત્તિ વેળાએ વિદાય સમારંભ યોજાયો હતો. માળીયા (મી.) તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સુખદેવસિંહ ઝાલા વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં તેઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેઓનું નિવૃત જીવન સુખમય વીતે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે માળિયાના PSI સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.