મોરબી : મોરબીના આંદરણા ગામે આર્મીમેન નિવૃત થતા તા. ૩-૩-૨૦ ને મંગળવારના રોજ સાંજે ૩ કલાકે બહુમાન સત્કાર માતૃવંદના સમારંભ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સંઘાણી પરિવારમાં જન્મેલા, સ્વ. કાંતિભાઈ જાદવજીભાઈ સંઘાણી (પિતાશ્રી) અને ગં.સ્વ. જશુબેન કાંતિભાઈ સંઘાણી (માતાશ્રી)ના પુત્ર એવા અનિલકુમાર સંઘાણીએ નાનપણથી જ દેશદાઝ, દેશપ્રેમ અને કંઈક કરી છુટવાની તમન્ના સાથે ૧૮ વર્ષની ઉંમરે જ તા. ૨૫ માર્ચ ૨૦૦૩ના લશ્કરમાં જોડાયેલ અને અનેક જગ્યાએ ફરજ બજાવી ૧૬ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક પણે ખડેપગે માં ભારતીની સેવા કરી તા.૩-૩-૨૦ ના રોજ નિવૃત થતા, સમ્રગ આંદરણા ગામ અનિલકુમાર સંઘાણી પર ગર્વ અનુભવે છે. અને નિવૃત આર્મીમેન માતૃભૂમિ આંદરણાનું ઋણ ચુકવવા તથા માં ભારતીના પુત્ર અનિલકુમારનું બહુમાન કરવા આંદરણા ગામ ઉત્સુક છે. જેથી, અનિલકુમાર સંઘાણીના બહુમાન સત્કાર સમારંભમાં સંઘાણી પરિવાર તરફથી ગ્રામજનોને કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ પાઠવવા આવ્યું છે.