મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં ફાયરીગ થયું હતું. આ ફાયરીગ પ્રકરણમાં આરોપી દાઉદ ઉર્ફે દાવલાની ધરપકડ કરવામાં આવી હતી. જેને પોલીસ દ્વારા રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે દાઉદના ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જૂની અદાવત મામલે ફાયરીગ થયું હતું. આ ફાયરીગમાં કાલિકા પ્લોટમાં રહેતા રહીમભાઈ વલીમામદ વીરમાણીને ગોળી વાગતા ગુપ્ત ભાગે ગંભીર ઇજા થવાથી તેને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં ભોગ બનનાર રહીમભાઈની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી દાઉદ ઉર્ફે દાવલો મામદ પલેજા (રહે. મોરબી, કાલીકા પ્લોટ) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો કબજે કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા રીમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. હાલમાં કોર્ટે દાઉદ ઉર્ફે દાવલાના ગત તા. 1 માર્ચ થી 4 માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે.