મોરબી : ગત રાત્રે મોરબીના અંબિકા રોડ પર રેલ્વે ગોડાઉન પાસે થાંભલા પર રહેલા ફીડરમાં શોટસર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી અને લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ બનાવને પગલે આખા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. થોડી જ વારમાં આગ વઘુ પ્રસરતા કોઈ જાગૃત નાગરિકે ફાયર સ્ટેશનમાં ફોન કર્યો હતો. જો કે એ અરસામાં પીજીવીસીએલ દ્વારા પણ રાત્રે 08:30 કલાકે ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. તાત્કાલિક માધાપર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવડાવીને ફાયરમેનોએ આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પીજીવીસીએલ દ્વારા લાઈનનું સમારકામ હાથ ધરવાનું શરૂ કરાયુ છે.