હળવદ : મોરબી જીલ્લાના હળવદ મુકામે આવેલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ પોલીટેકનીક કોલેજ ખાતે પ્રથમ તથા બીજા વર્ષમાં કુલ-૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં શરૂ કરવામાં આવેલ NAMO e-TAB યોજના અંતર્ગત “ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ” રાખવામાં આવેલ હતો. જેનું ઉદ્ઘાટન જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયા દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને NAMO e TAB યોજના અંતર્ગત ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો.રાધાકૃષ્ણન, ડાયરેક્ટરેટ ઓફ ગ્રાઉન્ડનટ રીસર્ચ, જુનાગઢ, ડો. બી. કે. સગારકા, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એસ. એમ. ઉપાધ્યાય, આચાર્ય, કૃષિ મહાવિદ્યાલય અને શ્રી. બી.એન.ઉમટ, કાર્યપાલક ઇજનેર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપેલ. આ કાર્યક્રમના ઉદ્ઘાટક યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયા દ્વારા વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ દ્વારા અભ્યાસમાં ઉપયોગી જ્ઞાન મેળવી આગળ આવવા અનુરોધ કરેલ. ડો.એ.વી.ખાનપરા, આચાર્ય ના નેતૃત્વ હેઠળ આ ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ હતું.