મોરબી : મારવાડી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા મોરબીના યુવકો દ્વારા બિનઉપયોગી પ્લાસ્ટિકમાંથી ઇંધણ બનાવવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. મારવાડી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા મોરબીના આશિષ સોની, જય વડોદરિયા, દર્શન વાછાણી અને કપિલ જોધાની, આ ચારેય યુવકો દ્વારા પ્લાસ્ટિકના બિનઉપયોગી કચરામાંથી ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા ઇંધણ બનાવવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમજ યુવકો દ્વારા પ્લાસ્ટિકની હાનીકારક્તા, પ્લાસ્ટિકમાંથી બળતણ બનાવવાની પ્રક્રિયા, તેના ફાયદા સહિતની બાબતો અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. આ પ્રયોગ બદલ મારવાડી યુનિવર્સીટી દ્વારા તેઓને સર્ટિફિકેટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.