વાંકાનેર : નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા તા. ૦૬/૦૩/૨૦૨૦ ના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે ઓધોગિક ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ., વાંકાનેર, ખાતે કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી, ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવા તેમજ રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે, તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે.