વાંકાનેર : વાંકાનેર નજીક ખેતીનો પાક કેમ સુકવી નાખીને કામ કરતો નથી તેમ કહી બે શખ્સોએ યુવાન પર હુમલો કર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર તાલુકા પોલીસે યુવાનની ફરિયાદ પરથી બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી કાનાભાઇ ભીખાભાઇ ચૈાહણ ઉ.વ.૨૩ રહે.હાલ સરતાનપર રોડ નેક્ષસ્ટાઇલ સીરામીક કારખાનાની સામે ,વાંકાનેર વાળાએ આરોપીઓ ખીમાભાઇ મોતીભાઇ વાધેલા તથા કાનાભાઇ મોતીભાઇ વાધેલા રહે. બંને મુળ અંજાર (કચ્છ) સરકારી હોસ્પીટલ ની બાજુમાં વિજયાનગર હાલ રહે. સરતાનપર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૨૪ ના રોજ સરતાનપર ગામની સીમ આવેલ વાડીમાં બનેલા આ બનાવમાં ફરીયાદી તથા આરોપીઓએ ભાગમાં વાડી વાવવા રાખેલ હોય તેમા આરોપીઓએ ફરીયાદીને ખેતીનો પાક કેમ સુકવી નાખી કામ કરતો નથી. તેમ કહી ગાળો આપી ફરીયાદીને શરીરે મુંઢ માર મારી મુંઢ ઇજા કરી તેમજ આરોપીએ હાથમાની લાકડી વતી ફરીયાદીને જમણા હાથમાં મારી ફેકચર જેવી ઇજા કરી હતી.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.