ચાર શખ્સોએ માર માર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં હાથ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી મામલે યુવાનને ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી.પ્રાપ્ત થતી વિગતો મુજબ દીલીપભાઇ ખીમજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ રહે. મોરબી વીસીપરા,રોહીદાસપરા શેરી નં. ૫ વાળાએ આરોપીઓ નિલેશ ભીમજીભાઇ ચૌહાણ , વિશાલ દલપતભાઇ ચૌહાણ , રાહુલભાઇ ગેલાભાઇ ચૌહાણ , દીનેશ ધુડાભાઇ ચૌહાણ રહે સામે ફરિયાદ નોંધાવી હતી.ગત તા.૨૮ ના રોજ મોરબી વીસીપરા રોહીદાસપરા મેઇન રોડ સરકારી શૌચાલય પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીએ આરોપીને બે વર્ષ અગાઉ હાથ ઉસીના પૈસા આપેલ હોય જે પૈસાની માંગણી ફરીયાદીએ કરતા આરોપીઓ ગાળો આપતા ફરીયાદી એ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી તેમજ માથાના ભાગે ધોકો મારી ઇજા કરી અને ફરિયાદીના ડાબા પગમાં નળાના ભાગે લોખંડના પાઇપના બે-ત્રણ ઘા મારી ફેકચર જેવી ઇજા કરી હતી.યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.