મોરબી : આવતીકાલે પુસ્તક પરબ મોરબીને 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. હાલ મોરબીમાં પુસ્તક પરબના 1000થી વધુ નિયમિત વાચકો તેમજ દાતાઓના સાથ સહકારથી 3000+ ઉત્કૃષ્ટ પુસ્તકો થકી બહુ ટૂંકા ગાળામાં પુસ્તક પરબ એક અલગ જ આયામ પર પહોંચ્યું છે. આ નિમિત્તે પુસ્તક પરબ દ્વારા આવતીકાલે તા. 1 માર્ચના રોજ રવિવારે સવારે 9 થી 12 કલાક સુધી શનાળા રોડ પર આવેલા સરદાર બાગ ખાતે પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જવાહર ભડીયાદ પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરતા વણકર નિશાંત દ્વારા સરલા જગમોહનએ અનુવાદ કરેલા પુસ્તક સફેદ લોહી (નાનક સિંહ) તથા મોરબીની શાંતિવન પ્રાથમિક શાળામાં ધો. 6માં અભ્યાસ કરતી સંઘવાણી મુસ્કાન દ્વારા રાજન પટણી એ લખેલા પુસ્તક ઇતિહાસના અમરપાત્રો વિષે પરિચય આપવામાં આવશે. આ તકે પુસ્તક પરબ દ્વારા પુસ્તક પ્રેમીઓને હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.