મોરબી : મોરબીના ડો. હસ્તી મહેતા દ્વારા મોરબી નિવાસી સંજયભાઈ મહીપતભાઈ શેઠ તથા તેમના ધર્મપત્ની નેહલ બેનના લગ્નજીવનની વર્ષગાંઠ નિમિતે પોલીસ લાઈન પ્રાથમિક શાળા, સબ જેલ પાસે, મોરબી ખાતે આગામી તા. 1 માર્ચના રવિવારે સવારે 10 થી 12-30 કલાક સુધી નિ:શુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ જરૂરિયાતમંદ દર્દીઓને અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઉદાર દિલ વ્યક્તિત્વ ધરાવતા અને સંજય કેટરર્સથી ફેમસ સંજયભાઈ શેઠ હંમેશા માનવસેવાના કાર્યોમાં અગ્રેસર હોય છે. નાના-નાના પ્રસંગોમાં પણ તેઓ સેવા કાર્યો ચુકતા નથી. વૃધ્ધાશ્રમ,બાલાશ્રમ કે અંધ વિદ્યાલય જેવી જગ્યાએ જઈ તેઓ પ્રસંગો ઉજવતાં હોય છે. પિતાના સંસ્કારને અનુસરતા લાડકી દિકરી કાવ્યા પણ પોતાનો જન્મદિવસ ગૌમાતાને લીલું અને લાડવા ખવડાવી જ ઉજવે છે. આ વખતે પણ સંજયભાઈએ પોતાની લગ્નજીવનની વર્ષગાંઠ (25 ફેબ્રુઆરી) નિમિતે અંતરિયાળ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકો માટે એક દિવસીય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. સાથે ૩ દિવસની દવા પણ વિનામૂલ્યે આપી માનવસેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે.