મોરબી : તાજેતરમા મુંબઇ ખાતે રમાયેલી સિંગલ વિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીના 12 વર્ષના બાળકે રનર અપ રહી મોરબીનું નામ રોશન કર્યું છે. મોરબીમાં રવાપર રોડ પર રહેતા આર્યન દિનેશભાઇ સવસાણી નામના 12 વર્ષના વિદ્યાર્થીએ તાજેતરમાં મુંબઈ ખાતે રમાયેલી સિંગલ વિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં રનર અપ રહી મોરબીનું ગૌરવ વધાર્યું છે. રાજકોટના બાલ ભવન ખાતે નિયમિત ટ્રેનિંગમા જતા આર્યન રાજકોટમાં રમાયેલી ટુર્નાનેન્ટમાં પ્રથમ નંબરે સિલેક્ટ થઈ બાદમાં મુંબઇ ખાતે રમવા ગયો હતો. જ્યાં ઓલ ઇન્ડિયામાંથી સિલેક્ટ થઈને આવેલા 48 વિદ્યાર્થીઓ વચ્ચે અલગ અલગ વિભાગમાં સિંગલ વિકેટ ટુર્નાનેન્ટ રમાઈ હતી. જેમાં જેમાં બીજા રાઉન્ડમાં 24, ત્રીજા રાઉન્ડમાં 12 તેમજ ચોથા રાઉન્ડમાં 6 વિદ્યાર્થીઓમાં સિલેક્શન મેળવી અંતે ફાયનલ રાઉન્ડમાં પહોંચી આર્યન રનર અપ રહ્યો હતો. આ ગૌરવ મેળવવા બદલ આર્યન અને તેના પરિવાર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.