મોરબી : મોરબીના શનાળા પાસે રાજપર ચોકડીએથી રવિવારના રોજ એક અજાણ્યો યુવક બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. જેને પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. રાજપર ચોકડી પાસેથી રવિવારના રોજ આશરે ચાલીસ વર્ષનો એક અજાણ્યો યુવાન બેશુદ્ધિની અવસ્થામાં મળી આવતા સહુ પ્રથમ તેને મોરબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બેશુદ્ધ રહેલા યુવકને વધુ સારવારની જરૂર વર્તાતા બાદમાં યુવકને રાજકોટ ખાતે પી.ડી.યુ. હોસ્પિટલમાં ખસેડાયો છે. મોરબી હોસ્પિટલમાંથી બનાવની જાણ થતા એ.ડીવી. પોલીસ હોસ્પિટલ ખાતે તપાસર્થે પહોચી હતી. જો કે એ પહેલા યુવકને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડાતા યુવક કઈ રીતે બેશુદ્ધ થયો તે અંગેની જાણકારી મળી શકી ન હતી. મોરબી પોલીસ દ્વારા યુવકના પરિજનોની ભાળ મેળવવા અને યુવકની ઓળખ મળે તે માટે રાજકોટ ખાતે જઈ તપાસ કરવાની કવાયત હાથ ધરાઈ છે.