બનાવ આપઘાતનો હોવાનું પ્રાથમિક તારણ : પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના મચ્છુ ડેમ 2 માં આજે માતા -પુત્ર ઝંપલાવતા બન્નેના કરુણ મોત નિપજ્યા હતા.આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.આ બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છુ-2 ડેમમાંથી આજે માતા-પુત્રની લાશ મળી આવી હતી. બાદમાં બન્નેના મૃતદેહોને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં માતા-પુત્રએ મચ્છુ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ હાલ દર્શાવવામાં આવ્યું છે. જેમાં મોરબીના રામકો બંગલો નજીકની સોસાયટીના રહેવાસી ગીતાબેન જીવાણી અને તેનો પુત્ર યશ જીવાણી સાથે ડેમમાં કૂદીને અપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.